આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અયોધ્યાકાણ્ડ

.

પુરુષની માફક એ પશ્ચાતાપ કરે છે. એ વરો સત્ય કરવાનું તારા હાથમાં છે. રામ, સર્વ ધર્મનું મૂળ સત્ય છે, એ તું અને સર્વ સજ્જનો જાણે છે. તે સત્ય તારે માટે રાજા કેમ છોડી શકે ?"

આ સાંભળી રામ બહુ દુ:ખિત સ્વરે બોલ્યા :"દેવિ, હું જો રાજાની આજ્ઞા ન પાળું તો મને ધિક્કર છે. રાજની આજ્ઞાથી હું અગ્નિમાં પણ પડવા તૈયાર છું. મને કહો રાજાની આજ્ઞા શી છે ? રામ એકવચની, એકબાણી અને એકપત્નીવ્રતી છે. એ કોઇ દિવસ અસત્ય બોલતો જ નથી."

આ પ્રમાણે રામને વચનથી બાંધી લઇ કૈકેયીએ પોતાને મળેલાં વરદાનો કહી સંભળાવ્યાં, અને રાજાની પ્રતિજ્ઞાને સત્ય કરવા તુરત જ અયોધ્યા છોડી જવા જણાવ્યું. રામે એકદમ નીકળી જવા ખુશી બતાવી. આ સંવાદ સાંભળતાં જ દશરથ મૂર્છાવશ થઇ ગયા. આથી રામને બહુ દુ:ખ લાગ્યું. એણે કૈકેયીને કહ્યું : "દેવિ, મને કોઇ સામાન્ય માણસના જેવો અર્થલુબ્ધ જાણો નહિ. ઋષિઓની જેમ હું પણ પવિત્ર ધર્મને પાળવાવાળો છું.માતાપિતાની સેવા કરવી અને એમની આજ્ઞા ઉઠાવવી, એથી હું કોઇ વધારે