આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અયોધ્યાકાણ્ડ

.

લઈ તેમ કરવા રામે તેને અનુમતિ આપી. વીરમાતા સુમિત્રાએ તરત જ રજા આપી અને કહ્યું : "દીકરા, રામને દશરથ ઠેકાણે ગણજે, મારે ઠેકાણે સીતાને ગણજે અને અરણ્યને અયોધ્યા માનજે."

પોતાની સર્વ સંપત્તિનું દાન કરી દઈ રામ, લક્ષ્મણ અને સીતા દશરથની છેલ્લી આજ્ઞ માગવા ગયાં. દશરથે સર્વે કુટુમ્બીઓ અને મન્ત્રીઓને ભેગાં કર્યાં. થોડી વારમાં રામના વનવાસની વાત આખા શહેરમાં ફેલાઇ ગઇ અને અનેક્ નગરજનોની પણ રજવાડા આગળ ભીડ થઇ. કૈકેયીએ ત્રણેને માટે વલ્કલો લાવી મૂક્યાં. રામ અને લક્ષ્મણે એ પહેરી લીધાં, પણ સીતાને એ પહેરતાં આવડ્યાં નહિ. આથી છેવટે રામે એ વસ્ત્રો એના રાજાશાહી પોષાકની ઉપર જ બાંધી દીધાં. આ દેખાવ જોઇ બધાં લોકોને કૈકેયીની નિષ્ઠુરતા માટે અતિશય ખોટું લાગ્યું. વસિષ્ઠે પણ તેનો તિરસ્કાર કર્યો. એણે એમ પણ કહ્યુ કે, રામ ભલે વચનથી બંધાઇને વનવાસ જાય, પણ સીતાએ એની સાથે જવાની જરૂર નથી. રામની અર્ધાંગના તરીકે એની વતી રાજ્ય ચલાવવાનો
૧૭