આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

અધિકાર એનો છે. કૈકેયી પોતાની હઠ ન છોડે તો નગરવાસી સહિત પોતે પણ અરણ્યમાં જવાની ધમકી આપી. પણ કૈકેયીના ઉપર આ પ્રહારોની કશી અસર થઇ નહિ. એનું હૃદય પથ્થર બની ગયું હતું.

વનવાસ

અન્તે તેમને એક રથમાં દેસાડી દેશની બહાર છોડી આવવાની તૈયારીઓ થઈ. સર્વે વડીલોને પ્રણામ કરી ત્રણે જણ રથમાં બેઠાં. હજારો લોકો રથની ચારે બાજુએ ફરી વળ્યા, અને પાછળ દોડવા લાગ્યા. પિતા પણ પાછળ દોડવા મડ્યા, પણ મૂર્છા ખાઇ જમીન પર પડ્યા. રામથી પિતાની આ સ્થિતિ જોઈ શકાતી ન હતી, છતાં એ પણ સહન કર્યે જ છુટકો એમ વિચારી એમણે સૂતને રથ હાંકી મૂકવા આજ્ઞા કરી. કેટલાક લોકો રામની પાછળ જંગલમાં ગયા. રામે એમને પાછા વળવા કેટલીયે વાર સમજાવ્યા, પણ પ્રેમની અતિશયતાથી કોઇ માન્યું નહિ. છેવટે સાંજને સુમારે તમસા નદી આગળ એક ઝાડ નીચે રામે રથ છોડાવ્યો. પ્રજાજનો પણ બીચારાં ત્યાં જ સુઇ રહ્યા. કોઇએ તે દિવસે અન્ન ખાધું ન હતું. સવારના પહોરમાં રામે લક્ષ્મણને

૧૮