આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અયોધ્યાકાણ્ડ

.

ઉઠાડ્યા, અને પ્રજાજનો જાગે તે પહેલાં રથ હંકાવી મૂક્યો હોય તો જ લોકો પાછા ફરે એમ બન્નેએ વિચારી સૂતને તૈયાર થવા આજ્ઞા કરી. લોકોએ સવારના રામને ન દેખ્યા, એટલે શોક કરી નિરાશ થઇ પાછા અયોધ્યા ફર્યા.

સંધ્યાકળને સુમારે રથ કોસલ દેશ વટાવી ગયો અને ભાગીરથીના તટ પર આવી ઉભો રહ્યો. અહીં ભીલોનું એક સંસ્થાન હતું. ત્યાંનો રાજા ગુહ રામનો મિત્ર થતો હતો. એણે રામની સારી રીતે આગતા સ્વાગતા કરી. બીજે દિવસે સવારે રામે સૂતને પાછો વાળ્યો. ગુહે રામને ગંગાપાર પહોંચાડવા વ્યવસ્થા કરી.

દશરથનું મૃત્યુ

સૂત અયોધ્યા પહોંચ્યો ત્યારે દશરથ કૌસલ્યાના મહેલમાં પુત્રવિરહથી માંદા થઇ પડેલા હતા. ઘણા વર્ષ પહેલાં પોતાને હાથે મરેલો ઋષિપુત્ર શ્રવણ[૧] અને એનાં અંધ માબાપ એની નજર આગળ આવ્યાં કરતાં હતાં, અને તેમ તેમ એને રામનો વિયોગ વધારે સાલતો હતો. અન્તે મધરાત વીત્યા બાદ 'રામ રામ'નું રટણ કરતા



  1. શ્રવણની વાત વિદ્યાર્થીએ જાણી લેવી.


૧૯