આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

થતી હતી, અને તેથી રામ ક્યાં રહ્યા છે તેની ભાળ આપવા કોઇ તૈયાર થયું નહિ. પણ વસિષ્ઠની સમજાવટથી સર્વેને ભરતની બંધુભક્તિ વિષે ખાત્રી થઇ અને એમને રામની ભાળ લાગી. ચિત્રકૂટ પર રામની પર્ણકૂટી દેખતાં જ ભરતે સૈન્યને ઊભું રાખ્યું, અને શત્રુઘ્નની સાથે રામ ભણી નાના બાળકની જેમ પ્રેમથી દોડવા લાગ્યા. સૈન્યને દૂરથી જોઇને ભરત વૈરભાવથી આવતો હશે એમ લક્ષ્મણને શંકા ગઇ અને એ ભરતનો વધ કરવા તૈયાર થયો. પણ રામે તેને વાર્યો અને કહ્યું: "ભલા મણસ, એકવાર ભરતને રાજ્ય આપવાની પ્રતિજ્ઞા કર્યા પછી તેને ઠાર મારવાથી શો લાભ થવાનો હતો ? ભરત વગર, લક્ષ્મણ વગર કે શત્રુઘ્ન વગર જે કાંઈ મને સુખ કરનારી વસ્તુ હોય તે તત્કાળ અગ્નિમાં બળી જજો." એને ભરતની નિષ્પાપતા અને બન્ધુભક્તિમાં પૂર્ણ શ્રદ્ધા હતી. એની સાથે નિષ્ઠુર અને અપ્રિય ભાષણ ન કરવા લક્ષ્મણને ચેતવ્યો.


ભરત અને
રામનો મેળાપ

ભરતે આવતાંવેંત જ રામનાં ચરણમાં માથું નાખ્યું અને ડુસકે ડુસકે રડવા માંડ્યું. કેટલીક વારે શાન્ત થઇ છેવટે એણે અયોધ્યાની સઘળી હકીકત કહી. પિતાના

૨૪