આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કિષ્કિન્ધાકાણ્ડ

વાનરો

હિન્દુસ્તાનમાં આ વખતે વાનર નામની એક જાતિ રહેતી હતી. એ પ્રાણીઓ દેખાવમાં કાંઈક માણસને અને કાંઈક વાંદરાને મળતાં હતાં. વાંદરાની માફક એમને ડીલે લાંબા કેશ અને પુચ્છ હતા. તેઓ ફળ, મૂળ અને કન્દ ઉપર રહેતા, અને ભાગ્યે જ વસ્ત્રોનો ઉપયોગ કરતા. પણ એમનામાં માણસોને મળતી રાજ્યવવસ્થા હતી, અને એમની વાણીની શક્તિ અને બુદ્ધિનો વિકાસ માણસના જેવો જ હતો. સદાચાર, શીલ, પ્રામાણિકતા, શૌર્ય વગેરે બાબતો જોઇયે તો વાનરોની માણસાઈ નર નામે ઓળખાતાં પ્રાણીઓ કરતાંયે ઉત્તમ પ્રકારની હતી. વાલી

૩૮