આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કિષ્કિન્ધાકાણ્ડ

.

નામે એક વાનર એ સર્વે જાતિનો રાજા હતો. એણે પોતાના ભાઈ સુગ્રીવને દેશનિકાલ કરી એની સ્ત્રી તારાને રાણી બનાવી હતી. સુગ્રીવ ભાઇના ભયથી હનુમાન અને બીજા ત્રણ વાનરો સાથે ઋષ્યમૂક પર્વતમાં સંતાતો ફરતો હતો. હનુમાન એ સુગ્રીવનો પરમ મિત્ર અને સચીવ હતો. વાનરોમાં એ સૌથી બળવાન, બુદ્ધિવાન અને ચારિત્રવાન હતો. એ આ જન્મ બ્રહ્મચારી હતો.

ઋષ્યમૂક પર્વત ઉપરથી આ વાનરોએ રામ અને લક્ષ્મણને પોતાની તરફ આવતા જોયા. એ મિત્રપક્ષના છે કે વાલીપક્ષના છે તેની તપાસ કરવા સુગ્રીવે હનુમાનને રામ-લક્ષ્મણ પાસે મોકલ્યો. લક્ષ્મણે હનુમાનને પોતાની સર્વે હકીકત કહી અને સુગ્રીવની મદદ માટે વિનંતિ કરી. રામ અને લક્ષ્મણને જોયા ત્યારથી જ હનુમાનને રામના ઉપર અત્યંત ભક્તિ પ્રગટી. એ રામને પરમેશ્વર સમાન માનવા લાગ્યો અને એમની સેવામાં આયુષ્ય ગાળવું એ જીવન જીવવાનો એક મહાન લ્હાવો લેવા સમાન એને લાગ્યું. એ તરત જ બન્ને ભાઇઓને ઉચકીને સુગ્રિવ પાસે લઇ ગયો. રામ અને સુગ્રિવે એકબીજાના હાથ ઝાલી મિત્રતા દર્શાવી, અને પછી હનુમાને પ્રગટાવેલા
૩૯