આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ


વાલીની ઉત્તરક્રિયા થયા પછી કપિઓએ સુગ્રીવ અને અંગદનો, રાજા અને યુવરાજ તરીકે અભિષેક કર્યો. કેટલાક દિવસ આનંદમાં ચાલ્યા ગયા. એટલામાં ચોમાસું આવી લાગવાથી રામ-લક્ષ્મણ એક ગુફામાં રહેવા લાગ્યા. ચોમાસું પણ પૂરૂં થયું. પણ સુગ્રીવ તો ભોગવિલાસમાં પડી ગયો હતો. એ રામને મદદ કરવાની પતિજ્ઞા ભૂલી ગયો. રામ-લક્ષ્મણ આથી ચિંતા કરવા લાગ્યા. એમને સુગ્રીવ ઉપર તિરસ્કાર છૂટ્યો. છેવટે, એક દિવસે આકળા સ્વભાવનો લક્ષ્મણ ઉઠ્યો, અને સીધો સુગ્રીવના દરબારમાં પહોંચ્યો. એણે સુગ્રીવને ધમકાવી કહ્યું : "તારી પ્રતિજ્ઞા પૂરી કર; નહિ તો યાદ રાખજે કે વાલી મરણ પામી જે માર્ગે ગયો છે, તે માર્ગ હજુ બંધ થયો નથી."

સુગ્રીવની આંખો આ ધમકીથી ઉઘડી ગઈ. એણે તુરતજ ચારે દિશામાં દૂત મોકલી સર્વ વાનરદળને એકઠું થવા આજ્ઞા કાઢી.હિમાલય અને વિંધ્યાચળના દૂરના પર્વતોમાંથી કરોડોની સંખ્યામાં વાનરો ચાલી આવ્યા. કાળા મુખના, લાલ મુખના, ભૂરા, એવા સર્વે જાતના કપિઓ દક્ષિણમાં ભેગા થવા લાગ્યા. રીંછને મળતી જાતિઓનું પણ કેટલુંક

૪૪