આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કિષ્કિન્ધાકાણ્ડ

.

સૈન્ય ભેગું થયું. સુગ્રીવે મુખ્ય મુખ્ય વાનરોને સીતાની બારીકીથી શોધ કરવા ચારે દિશામાં રવાના કર્યા. સર્વેને એક મહિનામાં બાતમી લાવવા, અને નહિ તો દેહાન્ત દંડ માટે તૈયાર રહેવા ધમકી આપી. ઘણું ખરૂં સીતા લંકામાં હશે એવી ધારણા હોવાથી એણે હનુમાન, અંગદ, જામ્બુવાન રીંછ વગેરે બળવાન વાનરોને એ દિશામાં મોકલ્યા. સીતા મળે તો એને ઓળખાણ આપવા રામે પોતાની વીંટી હનુમાનને આપી.

અનેક પરાક્રમો કરતા કરતા વાનરો રામેશ્વર આગાળ આવી પહોંચ્યા. સમુદ્ર ઓળંગી સામે જવાનું હતું. આટલો વિશાળ પટ કોનાથી ઓળંગાશે, એ વિષે સર્વે વિચારમાં પડ્યા. છેવટે જાંબુવાનની સલાહથી એ કામ હનુમાન ઉપર આવ્યું.