આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સુન્દરકાણ્ડ

.

પણ અલંકાર રહ્યો ન હતો; એના કેશ છૂટા અને અવ્યવસ્થિતપણે લટકતા હતા; વાઘણોના ટોળામાં બેઠેલી હરિણીના જેવી તે ત્રાસ પામેલી જણાતી હતી; ખુલ્લી જમીન ઉપર ઉદાસ ચ્હેરે તે બેઠેલી હતી. સાધ્વીની આવી દશા જોઈ વીર છતાં દયાળુ હનુમાનની આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં.

પણ તરત ઉઘાડા થવાનો અવસર નથી એમ વિચારી તે એક વૃક્ષ પર સંતાઈ શું થાય છે તે જોતો બેઠો. એટલામાં રાવણ ત્યાં આવી પહોંચ્યો. તે વળી સીતાને લલચાવવા અને ધમકાવવા લાગ્યો. સીતાએ એને ધર્મમાર્ગે ચાલવા ઘણી રીતે બોધ આપ્યો, પણ એ તો ઉલટો ક્રોધ કરી રાક્ષસીઓને સીતા ઉપર ખૂબ સખ્તાઈ ગુજારવા હુકમ આપી ચાલ્યો ગયો. રાક્ષસીઓ પણ સીતાને ત્રાસ આપવામાં બાકી રાખે એવી ન હતી; પણ એક ત્રિજટા નામે રાક્ષસીમાં કાંઈક માણસાઈ હતી. એ સીતાના દુઃખ માં સમભાવ ધરાવતી, એટલું જ નહિ પણ બીજી રાક્ષસીઓને પણ જુલમ કરતાં વારતી. કેટલાયે મહિના થયા છતાં રામ તરફના કશા સમાચાર ન આવવાથી સીતા હવે નિરાશ થઈ ગઈ અને રાવણ જોડેના આજના
૪૭