આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સુન્દરકાણ્ડ

.


સીતાની ભાળ તો લાગી, પણ પાછા ફર્યા પહેલાં રાવનને પણ કાંઇક પોતાના પરાક્રમનો સ્વાદ ચખાડવો એવો હનુમાનને વિચાર થયો. સીતાની રજા લઇ એણે અશોકવાટિકાનાં ઝાડો ઉખેડી એને ઉજ્જડ કરવા માંડી. આ જોઈ રક્ષસીઓ ગભરાતી ગભરાતી રાવણ પાસે દોડી. પોતાની આજ્ઞા સિવાય સીતા સાથે ભાષણ કરવાની અને પોતાનું ઉપવન નાશ કરવાની હિમ્મત ધરાવે એવો કોઇ ધૃષ્ટ વાનર આવ્યો છે એમ જાણી રાવણને ખૂબ ક્રોધ ચઢ્યો. હનુમાનને પકડી લાવવા એણે રાક્ષસોને હુકમ કર્યો. રાક્ષસો વાનર પર ધસ્યા, પણ હનુમાને પોતાની પુંછડીના મારથી જ કેટલાક રક્ષસોને માર્યા, અને પછી એક રાક્ષસનું આયુધ લઇને એ વડે જ રાક્ષસોનો સંહાર કરવા માંડ્યો. જોતજોતામાં ભયંકર રમખાણ મચી ગયું. રાવણના અક્ષય વગેરે કુંવરો તથા એના સેનાપતિનો પુત્ર વગેરે કેટલાયે રાક્ષસ યોદ્ધાઓ યમપુરીએ સીધાવ્યા. છેવટે યુવરાજ ઇન્દ્રજિત પણ હનુમાન સામે લડવા આવ્યો. બેનું યુદ્ધ જામ્યું. તેમાં આખરે ઇન્દ્રજિતે હનુમાનને બાંધ્યો. એને પકડીને રાવણ પાસે લઇ ગયા. સીતાને છોડવા અને પોતે કરેલા અધર્મ તથા
૪૯