આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

અન્યાય માટે પશ્ચાતાપ કરવા હનુમાને રાવણને સમજાવ્યો. પણ એથી તો રાવણ વધારે ને વધારે છંછેડાયો, અને હનુમાનનો વધ કરવા આજ્ઞા કરી. પણ દૂતનો વધ નિષિદ્ધ છે એમ વિભીષણે વાંધો કાઢ્યાથી રાવણે એનું પુંછડું બાલી નાંખવાની આજ્ઞા કરી. એને પુંછડે ચીંથરાં વીંટાળી તે ઉપર તેલ નાંખવામાં આવ્યું, પછી એને સળગાવ્યું.

લંકાદહન

પુછડું બળવા માંડતા જ હનુમાને એક કુદકો માર્યો, અને આજુબાજુ ઉભેલા રાક્ષસોનાં કપડાં સળગાવી મુક્યાં. પછી તેને ઘરનાં છાપરાં ઉપર છલંગ મારી ઘરોને સળગાવ્યાં. થોડા વખતમાં તો ચીચીયારીઓ પાડતો તે હજારો ઘરો ઉપર ફરી વળ્યો અને આખી રાજધાનીમાં આગ લગાડી દીધી. પછી ઝપાટાબંધ સમુદ્ર કિનારે આવી પોતાનું પુચ્છ સમુદ્રમાં હોલવી નાંખ્યું, અને પાછો સમુદ્ર ઓળંગી જઇ સામે કિનારે અંગદ, જામ્બુવાન વગેરેને જઇ મળ્યો.

થોડી વારમાં સર્વે સાથીઓને હનુમાને મેળવેલા યશની ખબર પડી ગઈ. વાનરોનો હર્ષ તો માય નહિ. રામ અને સુગ્રીવને આ ખુશખબર કહેવા સર્વે ટોળું ઉપડ્યું. આનંદમાં ને આનંદમાં એમણે રસ્તામાં

૫૦