આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધકાણ્ડ

હવે રામે યુદ્ધને માટે કપિસૈન્યને તૈયાર કરવા માંડ્યું. રામેશ્વર આગળ વાનરોની છાવણી પડી.

આ બાજુ રાવણ પણ રામ ચઢાઇ લાવે તો શું કરવું તે વિષે વિચારમાં પડ્યો. એણે પોતાના ભાઇઓ અને મંત્રીઓની સભા ભરી. મંત્રીઓ રાવણનો સ્વભાવ જાણતા હતા. અભિમાની અને સમૃદ્ધિ ભોગવનારા માણસો સલાહ માગે છે, પણ ખરી સલાહ સહન કરી શકતા નથી. પોતાની ભૂલ બતાવે એવી શિખામણ એમને રુચતી નથી. જે એમની હામાં હા ભેળવે, એમની ભૂલોને મુત્સદ્દી-

૫૨