આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધકાણ્ડ

.


-ગિરી અને બળની નિશાની ઠરાવે, તે એમને સાચા સલાહકાર લાગે છે. અનુભવી મંત્રીઓએ રાવણને રુચે એવી જ સલાહ આપી. માણસ અને વાનરોથી રાક્ષસોને ડરવાની જરૂર નથી માટે નિશ્ચિન્ત રહેવું, એમ રાવણનાં બળ અને પરાક્રમની ભાટાઇ કરી સમજાવ્યું. પણ રાવણના ભાઈ કુમ્ભકર્ણ અને વિભીષણને આ સલાહ રુચી નહિ. એમણે સીતાના હરણને વખોડી કાઢ્યું, અને સીતાને પાછી સોંપી આખા દેશ પર આવનારી આફતને ટાળવા તથા ન્યાય્ય વર્તનનો રસ્તો લેવા સમજાવ્યો. કુમ્ભકર્ણ તો સલાહ આપી મૂંગો રહ્યો. ન માને તોયે ભાઇનો જ પક્ષ રાખવો એ એનો મત હતો. વિભીષણે વિશેષ આગ્રહ ધર્યો. એણે એટલા આગ્રહપૂર્વક રાવણને ઠપકો આપ્યો, કે રાવણ એના પર છંછેડાઈ ગયો અને કુળકલંક કહી એનો તિરસ્કાર કર્યો.

રાવણને સમજાવવો શક્ય નથી એમ જોઈ વિભીષણ એના ચાર મિત્રો સહિત લંકા છોડી ગયો, અને રામને જઈ મળ્યો. વિભીષણના પ્રામાણિકપણાની ખાત્રી કરી લઇ રામે એની લંકાના રાજા તરીકે ઘોષણા કરી.
૫૩