આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ


સીતાની દિવ્ય
કસોટી

રામ અને વિભીષણનો જયજયકાર થયો. રામે લક્ષ્મણ પાસે વિભીષણનો અભિષેક કરાવ્યો. સીતાને સ્નાન કરાવી, ઉત્તમ વસ્ત્રાંલંકાર પહેરાવી પોતા પાસે મોકલવા એણે આજ્ઞા કરી. સીતાની ઈચ્છા શરીર શણગાર્યા વિના રામ પાસે જવાની હતી, પણ આજ્ઞા માથે ચડાવી એણે વસ્ત્રાલંકાર ધારણ કર્યાં. વિભીષણે એમને પાલખીમાં બેસાડી રામ પાસે મોકલ્યાં. સૈન્યની વચ્ચેથી આવતાં પાલખીને લીધે વાનરોને બહુ ત્રાસ થવા લાગ્યો. રામ એ સહન કરી શક્યા નહિ અને પગે ચાલીને આવવા ફરમાવ્યું. સદૈવ પતિઆજ્ઞાપરાયણ દેવી સીતા રામ આગળ પગે ચાલીને આવ્યાં અને હાથ જોડીને ઉભાં રહ્યાં; પણ આ વખતે રામ કાંઇ બદલાઇ જ ગયા હતા. 'સીતા, સીતા' કહી શોકમાં જે ઝૂરી મરતા હતા, તેને પાછી મેળવવા આટલાં પરાક્રમ કર્યાં હતાં, તે રામે સીતા જ્યારે પ્રત્યક્ષ આવીને ઉભાં રહ્યાં ત્યારે તેની સામે દૃષ્ટિ પણ માંડી નહિ. ઉલટું પોતાના સાદમાં ગંભીર કઠોરતા આણી એમણે કહ્યું : "સીતા, આ બધી ખટપટ મેં કરી તે તારે માટે નહિ. મારા પુરુષાતન

૫૬