આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધકાણ્ડ

.

પર અને મારા કુળના નામ પર તારા હરણથી જે કલંક ચઢ્યું હતું, તેને ધોઇ નાંખવા જ મેં આ મહાપરિશ્રમ વેઠ્યો છે. પણ તું શુદ્ધ છે કે નહિ તે વિષે મને સંશય છે, માટે હું તારો સ્વીકાર કરીશ નહિ. તને જ્યાં જવું હોય ત્યાં જવાની પરવાનગી આપું છું. "નિરન્તર પ્રેમાળ અને મધુરભાષી રામના મુખમાંથી આવાં કઠોર વચનો સાંભળવાની સીતાએ મુદ્દલે આશા રાખી ન હતી.એનું શરીર રોષ અને દુ:ખથી કંપવા લાગ્યું. છેવટે એણે અગ્નિપ્રવેશથી પોતાની શુદ્ધિનો પુરાવો આપવાનો નિશ્ચય કર્યો. એક ચંદનના કાષ્ઠની ચિતા રચવામાં આવી. સીતાએ બે હાથ જોડી અગ્નિની અને રામની પ્રદક્ષિણા કરી, દેવ અને બ્રાહ્મણને નમસ્કાર કરી કહ્યું " "હે અગ્નિદેવ, જો મારૂં ચિત્ત શ્રી રામચંદ્રના ચરણ વિના બીજા કોઇ પણ વિષે કદી ન ગયું હોય તો જ મારૂં રક્ષણ કરજો." આટલું બોલી એણે અગ્નિમાં ઝંપલાવી દીધું. એની પરીક્ષા પૂરી થઇ. અગ્નિએ એને નિર્બાધીત રાખી એની નિષ્પાપતાની સર્વેને ખાત્રી કરાવી આપી. રામ, લક્ષ્મણ અને
૫૭