આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

રામરાજ્યમાં એક પણ વિધવા સ્ત્રી નજરે ચડતી ન હતી. સર્પ કે રોગનો ભય ન હતો. કોઈ માણસ બીજાનો માલ ચોરીથી કે અન્યાયથી લેતો નહિ. એના રાજ્યમાં સર્વ પ્રકારના અનર્થો દૂર થયા. વૃદ્ધની પહેલાં જુવાન મરવાના અનિષ્ટ પ્રસંગો બંધ થયા. ધન, ધાન્ય, ફળ, ફુલ અને બાળ-બચ્ચાંઓની વૃદ્ધિ થવા લાગી. આ પ્રમાણે આખા રાજ્યમાં સુખ અને નીતિનો વધારો થઇ લોક આનંદ પામ્યા. શ્રી રામચંદ્રે દશ અશ્વમેધ કરી અક્ષય કીર્તિ પ્રાપ્ત કરી અને દીર્ઘાયુષ્ય ભોગવી તેઓ વૈકુંઠમાં ગયા.



૬૦