આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

તમારી ઇચ્છા શોભા આપનારી છે; અને રાજા તરીકે એ તમારો પરમ ધર્મ છે. તમારી કીર્તિને કલંક ન લાગે એવી મને પણ ઇચ્છા છે, તેથી તમે મારો ત્યાગ કર્યો તેનો જરા પણ દોષ દેતી નથી. આપ પત્ની તરીકે મારા પર હવે પછી પ્રેમ રાખો નહિ તો યે આપના રાજ્યની એક સાધારણ તપસ્વિની તરીકે પણ મારા ઉપર કૃપાદૃષ્ટિ રાખજો."

પુષ્કળ અશ્રુપાત કરી લક્ષ્મણ છેવટે પાછા ફર્યા અને સીતાએ પછી એક ઝાડ નીચે બેસી રુદન ચલાવ્યું. વાલ્મીકિના કેટલાક શિષ્યોએ તે રુદન સાંભળ્યું. તેમણે વાલ્મીકિને જાણ કરી. કરુણમૂર્તિ વાલ્મીકી ત્યાં આગળ આવી પહોંચ્યા, અને સીતાને દિલાસો આપી પોતાના આશ્રમમાં લઇ આવ્યા. એમણે સીતાને માટે એક ઝુંપડી બંધાવી રહેવાની વ્યવસ્થા કરાવી.ત્યાં સીતાને બે પુત્રો થયા. વાલ્મીકિએ તેમનાં નામ લવ અને કુશ પાડ્યાં, અને તેમને ભણાવી ગણાવી હોશીયાર કર્યા. બન્ને ભાઇઓ ક્ષાત્રવિદ્યામાં તેમ જ સંગીત વિદ્યામાં નિપુણ થયા.

ચાર દહાડે લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યા અને રામને સીતાનો સન્દેશો કહ્યો. રામે આ ચારે

૬૪