આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરકાણ્ડ

.

દિવસ અતિશય શોકમાં ગાળ્યા હતા, અને રાજકાજમાં કશું લક્ષ્ય આપ્યું ન હતું. પણ જે રાજા પ્રજાની ફરિયાદ સાંભળતો નથી તે નરકમાં પડે છે, એવું શાસ્ત્રવચન યાદ કરી એમણે ધૈર્ય ધારણ કર્યું અને પાછા રાજકાર્યમાં લાગ્યા. એમની કારકીર્દીમાં શત્રુઘ્ને મથુરા પાસેના પ્રદેશના લવણ રાજાને મારી એ દેશ પોતાને તાબે કર્યો. તેના પરાક્રમના બદલામાં રામે તેને એ પ્રાન્તનું રાજ્ય સોંપ્યું.

જે સમયે ઉત્તરકાણ્ડ લખાયો હશે તે સમયમાં ત્રિવર્ણોની શૂદ્ર સામે કેવી તિરસ્કારવૃત્તિ હશે તે નીચેના પ્રસંગ પરથી જણાય છે.

શમ્બુકવધ

એક દિવસ એક બ્રાહ્મણ બાર-તેર વર્ષના પોતાના બાળકનું પ્રેત લઈ રાજસભામાં આવ્યો, અને માબાપનં જીવતાં અલ્પવયના બાળકનું મૃત્યુ થવાનો અધટિત પ્રસંગ બનવાનું રામને કારણ પૂછવા લાગ્યો. એણે કહ્યું કે અમે -માબાપે- કદી પણ અસત્ય ભાષણ કિંવા બીજું કાંઇ પાપ કર્યું હોય એમ અમને યાદ નથી. માટે આ અનર્થ રાજાના દોષને લીધે આવ્યો હોવો જોઇયે. જે પાપ રાજા કરે છે અથવા તેના

૬૫