આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

અમલ નીચે કરવામાં આવે છે તેનું દુષ્ટ ફળ પ્રજાને વેઠવું પડે છે. ન્યાયપ્રેમી રાજા વિચાર કરવા લાગ્યા કે એનું એવું કયું પાપ હશે, કે જેને પરિણામે આ બ્રાહ્મણનો બાળક પુત્ર અલ્પાયુ બન્યો. કથા કહે છે કે એટલામાં નારદે રામને કહ્યું કે તારા રાજ્યમાં કોઈ શૂદ્ર તપ કરતો હોવો જોઈયે. પૂર્વે કૃતયુગમાં બ્રાહ્મણો જ તપશ્ચર્યા કરતા. તે યુગમાં સર્વ લોક દીર્ઘદૃષ્ટિવાળા, નીરોગી અને દીર્ઘાયુષી હતા. પછી ત્રેતાયુગમાં ક્ષત્રિયો પણ તપ કરવા લાગ્યા. તેથી બ્રાહ્મણ તેમજ ક્ષત્રિયો તપ અને વીર્યથી સંપન્ન થયા; પણ તે સાથે જ અધર્મે પોતાનો એક પગ પૃથ્વી પર મુક્યો. અસત્ય ભાષણ, હિંસા, અસન્તોષ અને ક્લેશ એ અધર્મના ચાર પગ છે. તેમાંનો એક પગ પૃથ્વી પર પડતાં જ ત્રેતાયુગમાં માણસોના આયુષ્યની મર્યાદા કમતી થઈ. આગળ જતાં દ્વાપરયુગમાં વૈશ્ય લોક પણ તપ કરવા લાગ્યા. તેથી અધર્મનો બીજો પગ-હિંસા જમીન પર પડ્યો, અને મનુષ્યના આયુષ્યની મર્યાદા અધિક કમતી થઇ. તથાપિ શૂદ્રને કદાપિ તપ કરવાનો અધિકાર ન હતો. મારા મત પ્રમાણે હાલ કોઈ શૂદ્ર આ પૃથ્વી ઉપર

૬૬