આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરકાણ્ડ

.

તપ કરતો હોવો જોઇયે." આ સાંભળી બાળકના શબને તેલમાં રખાવી રામ શૂદ્ર તપસ્વીની શોધમાં નીકળ્યા. ફરતાં ફરતાં દક્ષિણ દેશમાં શમ્બુક નામના એક શૂદ્રને સ્વર્ગપ્રાપ્તિમાટે તપ કરતો જોઇ રામે એનું શિર ઉડાવી નાંખ્યું.

આ કાર્યના બચાવમાં ઉત્તરકાણ્ડમાં એવી દલીલ આપેલી છે કે તપ સિવાય સિદ્ધિ મળતી નથી એ સિદ્ધાન્ત જેટલો ખરો છે, તેટલો જ પાત્રતા વિના તપનો અધિકાર નથી એ સિદ્ધાન્ત પણ ખરો છે.

શમ્બુકના વધથી બ્રાહ્મણનો પુત્ર જીવતો થયો એ કહેવાની જરૂર નથી.

અશ્વમેધ

ત્યાર પછી રામે અશ્વમેધ યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો. સીતાને ઠેકાણે સુવર્ણની મૂર્તિ કરી યજ્ઞ આરંભ્યો. એક વર્ષ સુધી એ યજ્ઞ ચાલ્યો. એ યજ્ઞ જોવા વાલ્મીકિ પણ પોતાના શિષ્યો સહિત આવ્યા. તેમની સાથે લવ અને કુશ પણ હતા. વાલ્મીકિએ પોતાનું રામાયણ બે કુમારોને ભણાવ્યું હતું, અને વાદ્ય સહિત ગાતા ગાતા તે શહેરમાં અનેક ઠેકાણે સંભળાવતા

૬૭