આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

હતા. એમના સુન્દર ગાનની તારીફ રામને કાને પહોંચી. રામે તે બાળકોને તેડાવ્યા, બધાના દેખતાં યજ્ઞમંડપમાં રામાયણ ગાવાની આજ્ઞા કરી.

રામાયણનું
ગાન

બે બાળકો રામના કેવળ પ્રતિબિમ્બ જ હતા. રામને એ પોતાના પુત્ર જ હોવા જોઇયે એમ શંકા થઇ. તેથી એમણે વાલ્મીકિને સંદેશો કહેવડાવ્યો કે આપની પરવાનગી હોય તો સીતાએ પોતાની શુદ્ધતા વિષે દિવ્ય કરાવવું. વાલ્મીકિએ માગણી કબુલ કરી. બીજે દિવસે યજ્ઞમંડપમાં સભા ભરાયા પછી મહાકવિ વાલ્મીકિની પાછળ હાથ જોડી, આંખમાંથી આંસુ ઢાળતાં, નીચા વદને સીતા સભામાં આવ્યાં. સભા વચ્ચે વાલ્મીકિ બોલ્યા: "હે દાશરથિ રામ, આ તારી પતિવ્રતા, ધર્મશીલ પત્ની સીતાને તેં લોકાપવાદની બ્હીકથી અરણ્યમાં મોકલી દીધી, ત્યારથી તે મારા આશ્રમમાં રહેલી છે. આ બે તારા જ પુત્રો છે. આજપર્યંત હું કદી ખોટું બોલ્યો નથી. હું કહું છું કે આ વૈદેહી સર્વ પ્રકારે નિષ્પાપ અને શુદ્ધ છે. એ જો અસત્ય હોય તો મારી હજારો વર્ષની તપસ્યા નિષ્ફળ જાઓ. એ સીતા પણ તને પોતાની પવિત્રતા વિષે ખાત્રી કરી આપશે."

૬૮