આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરકાણ્ડ

.


સીતાનું
બીજું દિવ્ય

પછી ભગવાં વસ્ત્ર ધારણ કરેલાં, શોક અને તપથી અત્યંત કૃશ થયેલાં, દૃષ્ટિને જમીન પર ઠરાવીને ઉભેલાં સીતા આગળ આવ્યાં, અને બે હાથ જોડી મોટે સ્વરે બોલ્યાં : "હે પૃથ્વીમાતા, જો રામચંદ્ર સિવાય બીજો કોઇ પણ પુરુષ આજ સુધી મનમાં મેં ચિંતવ્યો ન હોય, તો મને તારા ઉદરમાં આશ્રય આપ. જો મન, કર્મ અને શબ્દથી મેં આજપર્યંત રામચંદ્ર પર પ્રેમ રાખ્યો હોય, અને રામચંદ્ર સિવાય બીજા કોઇ પુરુષને હું ઓળખતી સુદ્ધાં નથી એ અક્ષરશ: ખરૂં હોય, તો મને તારા ઉદરમાં આશ્રય આપ." આમ ત્રણ વાર સીતાએ કહ્યું, અને તેની સાથે જ પૃથ્વીના બે ભાગ થયા અને સીતા તેમાં સમાઇ ગયાં. આ રીતે સીતાનું બીજું કઠોર દિવ્ય રામ અને તેની પ્રજાને જન્મ પર્યંત અનુતાપ કરાવતું પૂર્ણ થયું. રાજા-પ્રજાએ પુષ્કળ શોક કર્યો, પણ સીતા તો ગયાં જ.

લક્ષ્મણનો
ત્યાગ

રામનો અન્તકાળ પણ દુ:ખરૂપ જ હતો. એક્ દિવસ એક મુનિ રામની જોડે એકાન્તમાં સંભાષણ કરવા આવ્યા. એમની વાતચીતમાં ભંગાણ પાડે તો દેહાન્ત દંડની શિક્ષા થાય એવી તેણે પહેલેથી

૬૯