આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

માગણી કરી હતી, અને તે પ્રમાણે રામે લક્ષ્મણને દરવાજા પર ચોકી કરવા બેસાડ્યા હતા. બે જણા વાત કરતા હતા એટલામાં, ક્રોધીપણાનું કલંક જેને માથે ચઢેલું છે એવા દુર્વાસા મુનિ ત્યાં આવી લાગ્યા અને રામને મળવા ઉતાવળા થયા. લક્ષ્મણે આનાકાની કરી એટલે એણે આખા રાજ્યને શાપ આપવાની ધમકી અપી. બિચારા લક્ષ્મણને તો સુડી વચ્ચે સોપારી જેવું થયું. પછી, સઘળાં પર વિપત્તિ આવી પડે તેના કરતાં પોતાના એકલા પર જ આવી પડે તે વધારે સારૂં એમ વિચારીને એ રામ પાસે ગયા, અને દુર્વાસાના આગમનના સમાચાર આપ્યા. દુર્વાસા તો માત્ર તપ કરી ભૂખ્યા થવાથી ભિક્ષા માગવા આવ્યા હતા, પણ એની ભિક્ષામાં લક્ષ્મણના પ્રાણ વ્હોરાશે એવો એણે ખ્યાલ ન કર્યો. રામને માથે ધર્મસંકટ આવ્યું. પ્રતિજ્ઞા પ્રમાણે લક્ષ્મણને દેહાંત દંડની સજા કરવી જોઇયે. પણ લક્ષ્મણ જેવા ભાઇને એવી શિક્ષા ફરમાવતાં કોની હિમ્મત ચાલે ? શું કરવું તે સુઝે નહિ. છેવટે એમણે સભા ભરી સર્વ હકીકત વસિષ્ઠ અને પ્રજાજનને કહી સંભળાવી. વસિષ્ઠે એવો તોડ કાઢ્યો કે સજ્જનનો ત્યાગ એ વધ સમાન છે, માટે રામે

૭૦