આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરકાણ્ડ

.

લક્ષ્મણનો ત્યાગ કરવો. રામે એ પ્રમાણે લક્ષ્મણને પોતાથી દૂર્ થવાની સજા ફરમાવી. આજ્ઞા સાંભળતાં જ લક્ષ્મણ રામચંદ્રને નમસ્કાર કરી, પરભાર્યા સરયૂતટ પર ગયા; અને સ્નાન કરી, પવિત્ર થઈ, દર્ભાસન પર આસન માડી, પોતાનો શ્વાસ ચડાવી દઈ દેહ છોડ્યો. આ રીતે બંધુભક્તિપરાયણ શૂર સુમિત્રાનંદનનો અન્ત આવ્યો. એણે પોતાના હૃદયમાં ઉભરાતી રામભક્તિથી પ્રેરાઇને વૈભવ, માતા અને પત્નીનો ત્યાગ કર્યો, બાર વર્ષ સુધી ઉજાગરો કર્યો, ચૌદ વર્ષ સુધી વનવાસ ભોગવ્યો અને જીવનનો અંત થયો ત્યાં સુધી રામની સેવા કરી. બંધુભક્તિનો આદર્શ બેસાડી લક્ષ્મણે લોકહિત માટે મૃત્યુની ભેટ લીધી.

રામનો
વૈકુંઠવાસ

રામે તે જ દિવસે પોતાના રાજ્યનો લવ, કુશ તથા ભરત,લક્ષ્મણ વગેરેના પુત્રોમાં યથાયોગ્ય વિભાગ કર્યો, અને દરેકનો અભિષેક કરી મહાપ્રસ્થાન માટે ઘરમાંથી ચાલી નીકળ્યા. એની પાછળ અન્ત:પુરની સર્વે સ્ત્રીઓ, સંબંધીજનો અને પ્રજાજનો પણ ગયાં. રામે સરયૂમાં પોતાનો દેહ છોડી દીધો, અને એની પાછળ ભરત, શત્રુઘ્ન અને પ્રજાએ

૭૧