આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

પણ એ જ ગતિ લીધી. આ રીતે રામચરિતની પૂર્ણતા થઈ.

રામાયણનું
તાત્પર્ય

રામાયણમાં વાલ્મીકિએ આર્યોના આદર્શો ચિતરેલા છે. દશરથ એ આર્યોનો આદર્શ પિતા છે, સુનિત્રા માતા, રામ આદર્શ પુત્ર અને રાજા, ભરત આદર્શ બંધુ-મિત્ર, અન્યાયોમાં અસહકારી લક્ષ્મણ આદર્શ સેવક-બંધુ, હનુમાન આદર્શ દાસ, સીતા આદર્શ પત્ની, વિભીષણ આદર્શ સલાહકારક અને અસહકારી. તે જ પ્રમાણે માનવજાતિમાં વસતા આસુરી ભાવોનો પણ વાલ્મીકિએ મૂર્તિમંત ચિતાર આપ્યો છે. કૈકેયી ઇર્ષાની મૂર્તિ, રાવણ સામ્રાજ્યમદની મૂર્તિ, વાલી શારીરિક બળના મદની મૂર્તિ અને સુગ્રીવ પરાવલંબી સ્વભાવથી ઉપજતી સર્વ પ્રકારની માનસિક નિર્બળતાની મૂર્તિ છે. અન્યાય જાણ્યા છતાં, એ માટે તિરસ્કાર છતાં એની સામે થવા માટે જોઈતી જરૂરી હિમ્મતનો અભાવ મારિચમાં પ્રત્યક્ષ થાય છે; ઉંઘ, આળસ, ખાઉધરાપણું અને મોહ કુમ્ભકર્ણમાં ગોચર થાય છે; ઈંદ્રજિતમાં આસુરી સંપત્તિનો સાર અને આંખને આંજી નાખનારો પ્રકાશ છે. આ સાથે જ

૭૨