આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરકાણ્ડ

.

વાલ્મીકિએ રાજકીય અને કૌટુમ્બિક વ્યવસ્થાનો આદર્શ પણ અત્યંત મનોહરપણે ચિતર્યો છે. એ આદર્શ પ્રમાણે આર્ય રાજાનું જીવન સુખોપભોભોગ માટે નથી, પ્રજા એના સુખનું સાધન નથી; પણ પ્રજાના સુખાર્થે રાજાનો જન્મ છે.પોતાના શરીર, કુટુંબ, સુખ, સંપત્તિ અને સર્વસ્વનું અર્પણ કરીને એણે પ્રજાનું પાલન કરવાનું છે.ગુરુ અને પ્રજાની ધર્મયુક્ત સલાહ મુજબ એણે રાજકારભાર ચલાવવો જોઇયે. પ્રજાને પ્રિય હોય એવો જ પુરુષ રાજા થઈ શકે, એટલે રાજાની નીમણૂક પ્રજાની સંમતિથી થવી જોઇયે. અત્યંત પ્રમાણિકપણે અને શુદ્ધ ભાવે પોતાનું કર્તવ્ય બજાવ્યાથી પ્રજાનો સંતોષ અને વિશુદ્ધ પ્રેમ એ જ એની સેવાનું ઇનામ છે. એ પોતાના મુકુટથી કે સિંહાસન અથવા છત્ર-ચામરથી પ્રજાનો પૂજ્ય નથી, પણ એની ધાર્મિકતા, કર્તવ્યનિષ્ઠા, શૂરતા, પરદુ:ખભંજનતા, ન્યાય અને પરાક્રમથી પૂજ્ય ગણાય છે. એની પ્રજા એણે કાઢેલાં આજ્ઞાપત્રોની અમલબજાવણી કરાવી ન થઇ શકે, પણ સંતુષ્ટ પ્રજાના ચિત્તમાં ઉભરાતા નૈસર્ગિક પ્રેમથી જ થાય. અનેક સ્ત્રીઓ કરવાનું દુષ્ટ પરિણામ એણે દશરથના દુ:ખકારક
૭૩