આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

અંતકાળથી દર્શાવ્યું છે, અને રામના ચરિતથી એકપત્નીવ્રતપણાનો આદર્શ બેસાડ્યો છે. જનક અને રામનો સસરા-જમાઈ અને કૌશલ્યા તથા સીતાનો સાસુ-વહુનો સંબંધ પણ ક્લેશ વિનાનો પ્રેમયુક્ત છે. કુટુંબ અને રાજ્યનો કર્તા પુરુષ સત્યનિષ્ઠ, ધાર્મિક, નિ:સ્વાર્થી, શૂર અને પ્રેમળ હોય તો સર્વેને કેવો આશીર્વાદરૂપ થઇ પડે એ રામચરિતનો બોધ છે.



૭૨