આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

.

યોગ્ય લાગે તો શિક્ષકે જનક અને એના તત્ત્વજ્ઞાન વિષે વિશેષ વાતો કહેવી. કર્મ કરતાં મોક્ષ દશાએ પામવાવાળામાં જનક પ્રથમ ગણાય છે. જુઓ ગીતા અ.૩. શ્લો. कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।

પૃ.૮, લી.૧૯:સીતાની ઉત્પત્તિ વિષે યોગ્ય લાગે તો તો વિશેષ કહી શકાય. પણ્ આવી વાતોમાં વાલ્મીકિને અનુસરીને જ કહેવું ઠીક છે.

પૃ.૮, લી.૨૦: શૈવ ધનુષ્ય - એટલે શિવે આપેલું, કે ધનુષ્યના કોઈ પ્રકારનું નામ ? જેમ બનાવનાર ઉપરથી બંદુકોનાં નામ પડે છે તેમ ? શંકાનું કારણ એ છે કે રામાયણમાં બે વાર રામને વૈષ્ણવી ધનુષ્ય મળ્યાની વાત આવે છે. એ શૈવ કરતાં વધારે જબરું ગણાતું, અને લંકાના યુદ્ધમાં રામે એનો જ ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. એ પણ કોઇક ખાસ પ્રકારનું ધનુષ્ય હોય એમ સંભવ છે.

પૃ.૫, લી.૮:દશરથ - એમની રાજ્યપદ્ધતિ, ન્યાયાન્યાય બુદ્ધિ તથા એમના મંત્રીઓ વગેરે શિક્ષકે વિદ્યાર્થીઓની ગ્રાહકશક્તિ તપાસી ઘટે તે કહેવું.

પૃ.૧૦, લી.૧૨: તપશ્ચર્યા - એટલે શરીર શોષવું, નિરાહાર રહેવું, વાયુ ભક્ષણ કરી રહેવું એમ નહિ, પણ પોતાનું ધ્યેય પાર પાડવા માટે બીજી સર્વ ક્રિયાઓ છોડી દઇ, ધ્યેયનું અને એને પાર પાડવાના સાધનોનું જ અનન્યપણે ચિંતન કરવું તે. એ તપશ્ચર્યામાં યોગ્ય ગુરુનું
૭૭