આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

.

અપ્રામાણિકતા છે જ. સત્યનો-ન્યાયનો પક્ષ લેવો એ પુરુષાર્થી અને ધર્મનિષ્ઠ મનુષ્યનું લક્ષણ છે. અસત્ય અને અન્યાયનો કેવળ વિરોધ કરવાથી અથવા અસહકાર કરવાથી મનુષ્યનું પૂર્ણ કર્તવ્ય બજાવાઇ જતું નથી. આ કાળમાં યુદ્ધ એ જ ન્યાય પ્રાપ્ત કરવાનો માર્ગ રહેલો હોઇ સમાજે એ માર્ગને ધર્મ ગણેલો હતો, અને એ સંજોગોમાં વિભીષણે ન્યાયના પક્ષને વધારેમાં વધારે મદદ કરવી એટલે રામને જ મદદ કરવાની હોય. એથી બન્ધુદ્રોહ થાય તો એને માટે લાચાર. વિભીષણ રાજ્યલોભથી રામને આવી મળ્યો એવું ગૃહીત કરી લેવામાં આવે છે ત્યારે વિભીષણનો બન્ધુદ્રોહ અન્ય રૂપે ભાસે છે. પણ વાલ્મીકીએ વિભીષણમાં રાજ્યલોભનું આરોપણ નથી કર્યું એ યાદ રાખવું ઘટે છે. કેવળ શુદ્ધ ન્યાયપ્રિયતા મનુષ્યમાં હોઇ જ ન શકે એમ માનીને આપણે વિભીષણને દોષિત ઠરાવીએ છીએ.

ઉત્તરકાણ્ડ

પૃ.૬૨, લી.૧૯ : સત્કીર્તિ - રામે ભાઇઓને જે શબ્દો કહ્યા, તેમ જ સીતાએ રામને જે સંદેશો મોકલ્યો (જુઓ પૃ.૬૩, લી.૧૭) તે બન્નેમાં સીતાના ત્યાગનું એક જ કારણ આવ્યું છે - રામની સત્કીર્તિનું રક્ષણ. સત્કીર્તિની અભિલાષા ગમે તેટલી ઉચ્ચ હોય, છતાં જો કોઇ નિર્દોષ વ્યક્તિને અન્યાય કરવાથી સત્કીર્તિનું રક્ષણ થતું હોય તો તે સત્કીર્તિની
૭૯