આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

રક્ષા યોગ્ય ન ગણાય એમ હું માનું છું. રામે કહ્યું કે સત્કીર્તિ માટે એ ભાઇઓનો ત્યાગ કરે તો સ્ત્રીની તો શી જ વાત! ઉત્તરકાણ્ડ લખાયો ત્યારે તે વખતે સમાજમાં સ્ત્રી જાતિ પ્રત્યે આદર ઘટી ગયો હશે, તેમજ લોકમાં સારા ગણાવા માટે ગમે તેવો અન્યાય કરી શકાય એવી ભાવના વધી હશે એમ જણાય છે. આ કાણ્ડ ભારતવર્ષની સંસ્કૃતિ ઝાંખી પડવા માંડી ત્યાર પછી લખાયો હોવો જોઇયે એમ આ ઉપરથી માલુમ પડે છે.

પૃ.૬૬,લી.૫: નારદ - પરમ ભાગવત નારદના નામની આજુબાજુ કેટલાયે પ્રકારની સારી નરસી કથાઓ જોડી દેવામાં આવી છે. શૂદ્રને તપનો અધિકાર નથી એવું પ્રતિપાદન કરતા જેને અહીં જણાવ્યા છે, અને ભાગવતમાં વસુદેવનાં બાળકોનો વધ કરવા કંસને પ્રેરનારા તરીકે જણાવ્યા છે, તે જ નારદ વાલ્મીકિ જેવા લૂંટારાના અને દૈત્યપુત્ર પ્રલ્હાદના તારક હતા.

નારદ વિષેની અનેક પૌરાણિક કથાઓ વિચારતા મને એમ લાગ્યું છે કે ઘણીખરી જગ્યાએ નારદ રૂપે મનુષ્યના મનનું જ વર્ણન કરેલું છે. માણસનું મન જ કલહ કરાવવાવળું છે. એ સારા વિચારો પણ ઉત્પન્ન કરે છે અને દુષ્ટ વિચારો પણ ઉપજાવે છે. એ જ શંકાઓ કાઢે છે, બ્હીવડાવે છે અને હિમ્મત આપે છે.

* * *


૮૦