આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૬

વસમું લાગી જાય, એવી સાસરે બેઠેલી “પરદેશણ" નણદીને, ભોજાઈ બળેવના અવસર ઉપર રાખડી લઈને બોલાવે છે. એ આશાભર્યા અંતરવાળી રમણીને પોતાનું આંગણું નણંદ વિનાનું સૂનું લાગે છે. એ સાદ કરે છે કે,

"આવો આવોને મહિયરમીઠડાં,
“તમે આવો રે મારી સાસુના શ્વાસ,
"નણદી આવોને મારે આંગણે.”

લોકની આશિષ એને લુખી લુખી લાગે છે. એને તો નણંદની ”રસે ભીની રૂડી રાખડી'ની રાહ છે. ભાભી કેટલી ડાહી ! એ કેમ ભૂલે ! એ કહાવે છે કે,

“ મારાં બાળાં ભોળાં શાં ભાણેજડાં."
“ ધરી અંકે રે એને લાવજો સંગ. ”

જેના જર્જરિત જરાગ્રસ્ત મોં ઉપર રસના એક પણ ભાવની રેખા માલૂમ નથી પડતી, જેના દમલેલ કંઠમાં ખોખરો સૂર ખખડે છે, એવા કઠોર દેખાતા બેાટાદકર આ બધું કયા હદયમાંથી કાઢી કાઢીને ગવરાવી રહ્યા છે ! 'રાસતરંગિણી'નો લેખક આ ન હોય એવો ઘડીભર સંશય ઊઠે! પણ સરજનકારે તો સૃષ્ટિ ઉપર વળ વિસ્મયો, કેવળ કોયડાઓ અને કેવળ નિગૂઢાર્થો જ વરસાવ્યા છે. બોટાદકર પણ એક અણઉકેલ્યો કોયડો છે; એક ભેદ છે!

'ભાઈનીજ 'ના રાસ ઉપર અાવતાં તો હું થંભી જાઉં છું. “માતૃગુંજન ” ઉપર મેં બે ચાર શબ્દો જેટલી શાહી બગાડી, પણ “ભાઈબીજ'ને તો હું એના આકાશમાં જ રહેવા દઈશ; જોયા જ કરીશ. મારા હદય ઉપર એનું પ્રતિબિમ્બ લઈ લઈશ. વિવેચનાના મેહમાં નહિ ૫ડું. એ રસ તે સાક્ષરો અને કવિઓને પાગલ બનાવશે.

અને “ અમર રહે એ મધઝરતું મોસાળ !” સાસરિયાના