આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫


નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની !
હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !

પુણ્યભર્યાં પરિણામ એ, સુરપુરનો સંચાર,
પ્રભુનો પંથ પવિત્ર એ,
એનો ઊંચો આદેશ એ ઉદાર રે, રાજવણ રંગભીની !

સખિ ! ધીરે ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની !
ઘડી ઘેરાતી અાંખડી ઉઘાડ રે, રાજવણ રંગભીની !
નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની !
હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !


માતૃગુંજન
(લક્ષ્મણ ! લક્ષ્મણ ! બન્ધવા રે ! વેરી કોણે રે લખિયા ?
 - એ ઢાળ)

આછાં નીરે ઉછળી રહી રે પેલી વાહિની વાધે,
અાંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે;
વહાલાં અનેક વળામણે રે એક અંતર ફાટે,
જેઠ તપી રહ્યો જગતમાં રે એને શ્રાવણ આંખે.
આજ મરી જતી માવડી રે એને કાળજે કાણાં,
દૂધ ભર્યું હજી દાંતમાં રે એને આપવાં આણાં;
ઢોલીડા ! ઢોલ ઢબૂકતો રે ઘડી રોકજે તારો,
ઘાવ ઊંડા ઘટમાં પડે રે નથી વેઠવા વારો.
ધમ ધમ ગાજતી ગોંદરે રે આવી વેલડી ઊભી,
રોકી શકે નહિં રાંકડી રે જતી મહિયરમોંધી;