આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નિવેદન
[ બીજી આવૃત્તિ ]

આ પુસ્તકની પહેલી અાવૃત્તિ માત્ર છ માસમાં જ ખપી ગઈ હતી, પરંતુ કેટલાક અસૌકર્ય અને અનવકાશને લીધે બીજી આવૃત્તિ બહાર પાડવામાં વિશેષ વિલંબ થઈ ગયો છે. રાસરસિક બહેનો અને બંધુએાએ ધીરજથી એ વિલમ્બ સહી લીધો છે તે માટે તેમનો ઉપકાર માનું છું.

"નિર્ઝરિણી"માંથી લીધેલું 'રાસ' નામનું કાવ્ય પહેલી આવૃત્તિમાં રાસના ક્રમમાં બીજું મૂકવામાં આવ્યું હતું. ભાષાની દૃષ્ટિએ સધળા રાસોથી એ કેવળ જુદું જ પડી જતું હોવાથી આ વખતે તેને નહિ લેવાની ઈચ્છા હતી. પરંતુ રાસ લેતી સુન્દરીઓની એ ક્રીડાનું તેમાં ઉચિત વર્ણન હોવાથી તેનો કેવળ બહિષ્કાર ન કરવાની અનેક મિત્રોની આગ્રહભરી સૂચનાને માન આપી, રાસ સંગ્રહથી ભિન્ન-આગલા ભાગમાં-તે આપવામાં આવ્યું છે. તે સિવાયના બધા રાસો કાયમ રાખવા ઉપરાંત 'સાસરી' 'પનધટ' 'સીમન્ત' અને 'વાત્સલ્ય' એ ચાર રાસ નવા ઉમેરી યોગ્ય ક્રમમાં મૂકવામાં આવ્યા છે.

રા. રા. અમૃતલાલ વલ્લભદાસ દાણી, બી. એ. ( મહિલા વિદ્યાલય, સુરત) અને રા. રા. ઝવેરચંદ કાળિદાસ મેધાણી, બી. એ. ('સૌરાષ્ટ્ર' કાર્યાલય, રાણપુર)ની આ આવૃત્તિના પ્રાકટ્યમાં પ્રથમના જેટલી જ સહાય હોવાનો ઉલ્લેખ કરવાનું વિસરાય એમ નથી.

બોટાદ
તા. ૫-૭-૨૪
}
દામોદર ખુ. બોટાદકર