આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ને ભયના ભણકાર
નહિ ઉરને અડે રે, માણારાજ !
આવી પડે ફળ અંક
માગ્યા વિના મીઠડાં રે, માણારાજ !
દોહ્યલા દુનિયાના ડંખ
નહિ જરી દીઠડા રે, માણારાજ !
એ સુખનાં અણમોલ
શમી ગયાં સોણલાં રે, માણારાજ !
પાંપણને પલકાર
જતાં રહ્યાં જોણલાં રે, માણારાજ !
જોઈ-ન જોઈ જરાક
ઉષા ગઈ આથમી રે, માણારાજ !
એ અધુરા ઉછરંગ
રહ્યા હૃદયે રમી રે, માણારાજ !