આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

  • રમા-લક્ષ્મી
  • રવિ-સૂર્ય
  • રુંધન-રુંધવું
  • રેણ-ધૂળ
  • રોદન-રુદન
  • લાલિમા-રતાશ
  • લોચન-આંખ
  • વસુમતી-પૃથ્વી
  • વાજ-પાંખ, ઝડપ
  • વામા-સ્ત્રી
  • વાયસ-કાગડો
  • વાહિની-નદી
  • વિધિ-વિધાતા
  • વિભુ-પ્રભુ
  • વિવશ-પરવશ
  • વિહંગ-પંખી
  • વિહંગડા-પંખીડા
  • વૃન્દ-સમૂહ
  • વ્યોમ-આકાશ
  • વ્યોમનદી-આકાશગંગા
  • શયિત-સૂતેલું
  • શશાંક-ચંદ્ર
  • શારદ-શરદઋતુ
  • શિલા-પથ્થર
  • શીત-ઠંડું
  • શેવાળ-લીલ

  • શ્રમશીકર-પરસેવો
  • શ્રવણ-સાંભળવું
  • સદન-ઘર
  • સમર્પિયે-આપીએ
  • સમોવડ-સમોવડિયાં
  • સરસી-તળાવ
  • સરિત-નદી
  • સરિત્સુંદરી-નદી રૂપ સ્ત્રી
  • સલિલ-પાણી
  • સાયર-સમુદ્ર
  • સારિકા-મેના
  • સિન્ધુ-સમુદ્ર
  • સુધા-અમૃત
  • સુમન-ફૂલ
  • સુરધામ-સ્વર્ગ
  • સુરપુર-સ્વર્ગ
  • સુરભિ-ગન્ધ, ગાય
  • સુરસુંદરી-દેવાંગના
  • સૌરભ-સુગન્ધ
  • સંચાર-ગગન
  • સંભ્રમ-હર્ષની ઉતાવળ
  • સંમતિ-અનુમતિ
  • સંવ્યગ્ર-અતિવ્યગ્ર
  • સ્નાતિ-નહાતી
  • હાસ-હાસ્ય
  • હિમ-બરફ, ઠંડક
  • હેમંત-શીતકાળ