આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨ : રસબિન્દુ
 

ધ્યાન માગે છે ! તો ય આજનો ઇસ્લામ એટલે ? હિંદમાં પાકિસ્તાન ! અને પાકિસ્તાનના મૃત પડછાયા સરખા મોરોક્કો, મિસર, તુર્કસ્તાન, અરબસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાનમાં ઈસ્લામ એટલે ગોરા ખ્રિસ્તીઓની શતરંજ કે ગંજીફાનો મહેલ !

ખ્રિસ્તી? હા, હા. ભગવાન ઈશુની યાદ આપતા ખ્રિસ્તી !

ઈશુની દયા, ભક્તિ, ઈશુનો પ્રેમ...અરે અરે ! પણ એના દેહમાં તો ખીલા ઠોકાયા છે ! અને હજી એના મુખ ઉપરનું કષ્ટ મટ્યું નથી. ઈશુનો વધ ચાલુ જ છે !

સનાતનને એ કષ્ટમય દૃશ્ય વધારે દુ:ખદ લાગ્યું. કોણ હજી એને શૂળીએ ચડાવી રહ્યું છે?

ખીલા ઠોકાવી સહુનાં પાપ પોતાને માથે ઉપાડી લેનાર એ પ્રભુપુત્રના ભક્તો જ? પ્રભુને અને ઈશુને નામે આખું જગત ગળવા તૈયાર થયેલા એ અજગરોની ભૂખ ભાંગતી જ નથી ! કાળી દુનિયાનું સોનું ખાધું, તેલ પીધું, અનાજ લૂંટ્યાં અને વરાળ, વીજળી તથા મરુતને વશ કરી પોણી પૃથ્વી ઉપર પરાધીનતા સર્જી; છતાં કોઈ વઢનાર ન રહ્યું એટલે અંદર અંદર યુદ્ધ જમાવ્યું !

ભગવાન ઈશુ તો કહે છે કે :

‘ખ્રિસ્તીઓ મારા અનુયાયી છે જ નહિ !’

સનાતન મૂંઝવણમાં પડ્યો. આ ધર્મસંસ્થાપકોની મહત્તા એમને પોતાને જ નથી ગમતી.

धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।

યુગે યુગે કરમાઈ જતા ધર્મને પ્રફુલ્લ રાખવા પ્રભુને અવતાર લેવાની તકલીફ લેવી પડે !

‘મારે એ ધર્મસંસ્થાપનાની મહત્તા ન જોઈએ.’ સનાતન બોલી ઊઠ્યો. રાજત્યાગ, સંન્યસ્ત, ઉપવાસ તથા શૂળી પણ ધર્મને વિશુદ્ધ રાખતાં ન હોય તો ધર્મમહત્તામાં મેળવવાનું શું ?

* **

પરંતુ મહત્તાના ઉપાસકોને મહત્તાની ખોટ લાગે એમ છે જ