આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬ : રસબિન્દુ
 

વરદાન તો સનાતન મેળવી ચૂક્યો હતો.

જોતજોતામાં એ મહાન લેખક થયો.

* **

મહાન લેખક એટલે?

એણે વર્તમાનપત્રોમાં લખવા માંડ્યું, માસિકોમાં લખવા માંડ્યું, વાર્ષિકોમાં લખવા માંડ્યું. શરૂઆતના લેખ અસ્વીકારે તેને નિરાશ બનાવ્યો નહિ, કારણ સાથે સાથે લેખ સ્વીકારનારની સંતોષજનક બાજુ પણ તેણે અનુભવવા માંડી. પછી તો એને લેખો લખવાનાં આમંત્રણ મળવા લાગ્યાં !

એણે વાર્તાઓ લખવા માંડી, નવલિકાઓ લખવા માંડી અને નાટકો પણ લખવા માંડ્યાં. ક્વચિત નિબંધો પણ એણે સર્જવા માંડ્યા.

એક દિવસ એને આશ્ચર્યનો અનુભવ થયો.

રસ્તે જતાં લોકોએ એની સામે આંગળી ચીંધવા માંડી : ‘પેલો સનાતન ! લેખક છે…સરસ લેખક છે !’

એના ભણકાર એને કાને પડવા લાગ્યા. સનાતનને ખબર પણ ન પડે એમ એ મહાન થતો ચાલ્યો–કહો કે આમ થોડી થોડી ખબર એને પડવા પણ માંડી.

હવે એને વ્યાખ્યાનો આપવા માટે આમંત્રણો આવવાં શરૂ થયાં. લોકો એનાં વ્યાખ્યાનો સાંભળવા પણ લાગ્યાં.

પછી એની છબીઓ માટે માગણી થવા લાગી. એ ખર્ચાળ પણ મહત્તાના તત્વ સરખી પ્રવૃત્તિ એને શરૂ કરવી પડી. ઊભા રહીને, બેસીને, લખતાં લખતાં, હસતાં હસતાં, વ્યાખ્યાન આપતાં, હીંચકા ખાતાં, મિત્રો સાથે, એકલા, એમ જુદી જુદી છબીઓ વડે એ જાહેર વ્યક્તિ બની ગયો.

પ્રકાશકોએ એનાં પુસ્તકો પણ છપાવવા માંડ્યાં–માગીને.

વાચકોએ પ્રશંસાના પત્રો પણ સનાતનને પાઠવવા માંડ્યા.એમાં કેટલાક તો સંસ્કારી યુવતીઓના પણ હતા ! કોઈ ન દેખે એમ