આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
હાલરડાં
૧૨૧
 



હાલરડું

♦ ગરબી — રાગ સારંગ .[૧]


મીઠાં બાળકડાં, પોઢોજી રુમઝ્મ પારણે રે !
હૈડાં માતલડીનાં સાગર જેવાં ડોલતાં રે લોલ :
મીઠાં બાળકડાં, પોઢોજી રુમઝુમ પારણે રે.

નયનાં કોમળડાં ઢાળો તે નીંદરગોદમાં રે,
મુખડાં થાક્યાં, વહાલાંમ, બોલ બટુકકલા બોલતાં રે લોલ !
મીઠાં બાળકડાં, પોઢોજી રુમઝુમ પારણે રે. ૧

લહરી આવે ઝીણું ગુંજતી સૌરભ ઢોળતી રે,
મારાં લાકડાંની ચૂમશે મીઠી આંખડી રે લોલ :
મીઠાં બાળકડાં, પોઢોજી રુમઝુમ પારણે રે.

પારણિયે વેરે ચાંદલિયો છુપલાં ત્રેજને રે,
મારાં મોંઘેરાંની પૂરશે કુમળી પાંખડી રે લોલ !
મીઠાં બાળકડાં, પોઢોજી રુમઝુમ પારણે રે. ૨


  1. આ ગરબી નવી રચી છે, એના સૂર કાંઈક આ પ્રમાણે છે :
    પ પધ પ મ ગ રિગ સારિરિ ગ પ પ ધ પપ મગ રિ
    પ પપ ધ ધ ધ ની સા સા ની ધ પ મ્ મ્ પ ધ ધ
    આમાં માત્ર બીજી પંક્તિમાંના બંને સા ટીપ સૂર છે તથા તે પછીના બંને મ્ કોમળ છે; બીજા બધા સૂર શુદ્ધ છે.