આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોપકુંજ
૧૪૭
 



બંસરી

♦ ગરબી - રાગ દેશ . ♦


દૂર દૂર બજાવે કોઈ બંસરી,
વનવન ઝીલે સોરધાર:
દૂર દૂર બજાવે કોઈ બંસરી. -
ઉર ઉર જગાવે કોઈ બંસરી
જનજન ઝીલે ઉરધાર:
દૂર દૂર બજાવે કોઈ બંસરી. ૧


રસ રસ રેલાવે કોઈ બંસરી
ઘનઘન ઝરે જલધાર:
દૂર દૂર બજાવે કોઈ બંસરી.
નસ નસ નચાવે કોઈ બંસરી
તનમન ભરે કલધાર:
દૂર દૂર બજાવે કોઈ બંસરી. ૨