આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૦
રાસચંદ્રિકા
 



દાણ

♦ પાલવડો મારો મેલો, મોહનજી. ♦


રહોને શામળિયા ! નંદના નાનડિયા
આંતરવાં નહોય કદી એવાં રે લોલ:
ગોકુળમાં દાન કદી ગોપે ન દીઠલાં
ઘેલાં તમારાં આ તે કેવાં રે લોલ ?—
રહોને શામળિયા ! ૧

જા રે મહિયારણ ! જા રે ગોવાલણ !
દાણીનાં દાણ નહીં ખોટાં રે લોલ :
મટકીનાં મૂલ્ય તારાં કરશે વ્રજવાસીઓ,
મટકાનાં મૂલ્ય તારાં મોટાં રે લોલ !—
જા રે મહિયારણ  !

સુણો શામળિયા ! વાંકા વાંકડિયા !
દિલડું દુભાય મારું દાણે રે લોલ :
કહો તો ચખાદું મારાં મોંઘેરા મહીંડાં,
ગોરસના ગુણ ગુણી જાણે રે લોલ  !—
રહોને શામળિયા ! ૩