આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૦
રાસચંદ્રિકા
 


માગ્યાં તે માન કોનાં મળશે ગુમાનનાં?
સોનું સંતાઈ રહે ધૂળે :
સખીરી ! આજે૦ ૫

ભાનુ જ ખિલાવશે ને ભાનુ જ બિડાવશે,
પંકજ તે ખીલીને શું ફૂલે ?
સખીરી ! આજે૦ ૬

અદ્દલ એ વહાલમની આંખમાં કંઇ દેખી
પ્રાણ મારો માન બધું ભૂલે:
સખીરી ! આજે૦ ૭