ઘેલી ધરાની ઘૂમતી, ઘેલી ભમતી રાત; ઘેલી એકલ નારની ઘેલી ઘેલી વાત: હૈયા સૂના શું રહેશો છેક જ, મોહનજી ? મારી છે માગણી છોટી રે લોલ; મારે તો ચાંદલો એક જ, મોહનજી ! બીજી છે વાત બધી ખોટી રે લોલ ! ૩