આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૧૯૩
 


આંસુ ઉભરાય મારે અંતરે રે લોલ,
વહાલા વિના તે ઝીલે કોણ જો?
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ !

કુસુમકલી વેરાય ઉરની રે લોલ,
વહાલા વિના રે ઝીલે કોણ જો?
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ ! ૩

મંદિરે ચઢાવો અમરફૂલડાં રે લોલ,
ઉરમાં ભરીશ હું સુવાસ જો;
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ !

આવો, ભૂલીને જગતવાડી રે લોલ,
હસિયે તે સ્નેહતણું હાસ જો!
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ ! ૪