આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૪
રાસચંદ્રિકા
 


જ્યોતિ જ્યોતિમાં બાળી કુંદનની કાયા,
માયા માયા કહી આડું ભાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના !

ભૂત ભિડાયાં પાછળ, ઊઘડે મહાભાવિ,
આવી આવી તે શમણાં ખાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના !

ભસ્મે ઢાંક્યા અંગારા જીવનના મૂકી,
ફૂંકી ફૂંકી તેને પ્રજાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના !