આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂજન
૨૩
 

 

ગરજે તુજ ગિરિકંદરે રે
કેસરીના વીર નાદ :
એન વેળા તુજ શૂર સંતાનો
આપે શા વીર્યપ્રસાદ !
અમી તારી આંખડીએ રે . ૩

આભભર્યા દેવથાળથી રે
સોહ્ય અધિક તુજ ચોક ;
યુગયુગને નવજ્યોતે અજવાળે
સંત તારા પુણ્યશ્લોક :
અમી તારી આંખડીએ રે . ૪

સ્વર્ગંગાની ઉરછોળશા રે
ગાજે તુજ ગરબા ને રાસ ;
એ રસનાં અમીવર્ષણ એવાં
વરસે કયે બીજે વાસ ?
અમી તારી આંખડીએ રે . ૫

મેઘ ઊડી ધરા ઊતરે રે ,
એવા છે અમ ઉરબંધ :
માત અદલ સદા પૂજ્શું સ્નેહે
આભ ઝીલી અમ સ્કંધ !
અમી તારી આંખડીએ રે . ૬