આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
રાસચંદ્રિકા
 



ગુર્જરી રાસે ઘૂમે રે

♦ આશાભર્યાં તે અમે આવીયાં ♦


ઘૂમે ગગન, ઘૂમે આંગણાં,
ને ઘૂમે દિશા દિશાના ગોખ રે :
ગુર્જરી રાસે ઘૂમે રે.
ઘૂમે નક્ષત્રોની તારલી,
ને ઘૂમે ચૌદે ભૂવનનાં લોક રે !
ગુર્જરી રાસે ઘૂમે રે. ૧

બોલે જ્યાં બ્રહ્મ નવબોલડા,
ત્યાં આ ડોલે બ્રહ્માંડના હિંડોલ રે;
ગુર્જરી રાસે ઘૂમે રે.
રેલે હલક એના રાસની,
ત્યાંતો બ્રહ્મ અને બ્રહ્માંડ લે હિલોલ રે;
ગુર્જરી રાસે ઘૂમે રે. ૨

ઊડતા કલ્લોલબોલ એહના
વીંધે ઊંચેરી આભની નોક રે ;
ગુર્જરી રાસે ઘૂમે રે.