આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
રાસચંદ્રિકા
સંધ્યા
♦ પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે . ♦
સુંદર શોભા શી સજી સંધ્યા સોહાગણે રે !
વાદળી વાદળી ચાલી ઝીલવા એ નવરંગ :
આવો રમવા સૌ ઘડીભર ધરણીને આંગણે રે !
તપના તાપ ઉતાર્યા વ્યોમતણી વેરાગણે રે,
ગૂંથ્યાં મનમોહન કુસુમો સંધ્યાને અંગ :
આવો રમવા સૌ ઘડી ભર ધરણીને આંગણે રે ! —
પહેરી કસૂંબી ચુંદડી, ચાલી ચતુરા વાટ ;
દેવનયનશો તારલો ચોઢ્યો લાલ લલાટ :
ઊડે જેમ ગુલાલ વસંતે ચોગમ ફાગણે રે,
એવા ઊડે એના રંગો અવનવ ઢંગ :
મવા સૌ ઘડીભર ધર્ણીને આંગણે રે ! - સુંદર૦ ૧