આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલેરા વાળો
૧૪૩
 


બેય જણા વઢવાડ કરતા કરતા ચાલ્યા આવે છે. દરબાર ડેલીમાં બેઠા હતા ત્યાં બેય પહોંચ્યા. દરબારે પૂછ્યું : “શું છે?”

ભરવાડ કહે : “બાપુ, તમારે ગાય દેવી હોય તો બીજી ગમે તે દેજો. આ શણગારનું વોડકું તો નહિ દેવાય.”

મોચી કહે : “બાપુ, લઉં તે ઈ જ લઉં.”

દરબાર કહે : “ભાઈ ગોકળી, આપી દે. મેં જીભ કચરી નાખી છે, હવે કાંઈ મારાથી ફરાય?”

ગોવાળ કહે : “એ ના ના, બાપુ ! નહિ મળે.”

દરબાર ગુસ્સાથી બોલ્યા : “આપી દે ભૂત ! પંચાત નથી કરવી.”

“એમ? તો આ લો આ તમારી ચાકરી ને આ તમારી લાકડી.” લાકડી ફગાવી દઈને ગોવાળ ઘેર ચાલ્યો. મોચીને ગાય મળી ગઈ.

રાત પડી. ગાયને દોવે કોણ?

એ તો દરબારી ગાયો. ગોવાળે લાડ લડાવેલી ગાયો. બીજા કોઈને આઉમાં હાથ નાખવા દે નહિ. રાત માંડ માંડ ગઈ અને મોટે ભળકડેથી તો ગાયનાં આઉ ફાટ ફાટ ફાટ થવા લાગ્યાં. દરબારે ગોવાળને તેડવા માણસ મોકલ્યા. ગોવાળ કહે કે : “નહિ આવીએ, નહિ; ઈ તો લાકડી અને ચાકરી હાર્યે જ ફગાવીને હાલ્યા આવ્યા છૈયે !”

દરબારે મકરાણીને મોકલ્યો. કહ્યું કે “ન માને તો જોરાવરીથી લાવજે.” મકરાણીએ જઈને સીધેસીધો જમૈ યો જ ખેંચ્યો.

“એમ જબરાઈએ લઈ જાય તો તો આવશું જ ને !” એમ બોલી ગોવાળ ડાહ્યોડમરો બની ચાલતો થયો. દરબારની સામે આવીને આડું જઈને ઊભો રહ્યો.

“ભાઈ, ભલો થઈને ગાયું તો દોઈ લે.”

“ઓલ્યા મોચકાને ગાવડી દીધી છે ઈ પાછી આવે ત્યારે