આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

ન્રખો[૧] આંખ મેંડકારી ઘૂંઘટારી જોવે નારી,
નાચે ગતિ કેરબારી [૨] ફૂલધારી નાચ,
ઉર ચોડો ઢાલ કારી નારી વેણે પૂછીએ તો,
રમે ગોપી રાઘવારી કાળંધ્રાકો [૩] રાસ. (૬)

દે પલ્લે લાંબી શેરી ફલ વેરી નાખે ડાબા,
હેરી હેરી તિયા કાંધ ફેરી હાલ,
અનેરી અનેરી વાહ ઘોડાં ગતિ તેરી આજ,
સોનેરી સમાપે તરી બિયા વેરીસાલ. [૪] (૭)

ગજ એક ચોસરાળો મૂઠીઆરો ટૂંકો ગાળો,
ભાળ્યો કેસવાળી લટા જટાળો ભભુત,
વાજાપે ૨મંતો ત્રંગોડા બાજોઠવાળો [૫],
પસાં [૬] કર કવ્યાં ઢાળો પટાળો સપૂત. (૮).

આઠ પો’૨ તગડી લે ભરી ભરી ઘડી આગા.
સેસનાગા કાંપે ડાબા લાગાપ નિસાસ,
રહે[૭] બાંધ્યા કાચા ત્રાગા લગામાં મર્જાદા રાખે,
તીર નાખે કબાણિયા વેગે સપતાસ. (૯)

નાખો વેચી, કર્જે કાપે, દીકરાને બાપ નાપે [૮],
તાકે કોટે જમીં માપે છૂટ્યા જાણે તીર,
વાજે ધ્રોડે નકે ધ્રાપે છાંયાથી ડરાપે [૯] વળી,
આપે પ્રથીનાથ એવા ભાદ્રોડા [૧૦] અમીર. (૧૦)

બાપ ધીમો આજ તું ના દેતો ત્રાપા ભાઈ બાપા,
પનંગજો ચાંપે તીન ભાલાં જમીં પીઠ,
મટે વીમો કર્મહુંકો વેચિયો વેપાર માથે,
તાકવાંને[૧૧] માથે દાને ભલી આણી ત્રીઠ. (૧૧).

પાંત્રીસે હજારે નાણે મારુયા મંગાયા પૂરા,
દિયા વાળે દાન કોડી લિયા નહિ દામ,
ગંગા ઘાટ સુધી તારી કીરતિકા ડંકા વાગા,
જમાં ચાર વાતાં રહી જેતાણકા જામ. (૧૨)


  1. ૧૦. નીરખો.
  2. ૧૧. કેરબાની (નટની).
  3. ૧૨, કાલિંદી (યમુના).
  4. ૧૩. વેરીઓને શલ્ય તુલ્ય (વાલેરા વાળો).
  5. ૧૪. બાજઠ જેવી પીઠવાળો.
  6. ૧૫. બક્ષિસ.
  7. ૧૬. કાચા સૂતરને તાંતણે પણ બંધાઈ રહે તેવો નમ્ર.
  8. ૧૭. ન આપે.
  9. ૧૮. ડરે.
  10. ૧૯. ભાદર નદીના.
  11. ૨૦. જાચક લોકો.